લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિરાટ કોહલીની ઈનિંગ જોઈ ન્યૂઝીલેન્ડનો પૂર્વ ક્રિકેટર ભડક્યો

ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સિમોન ડોલે વિરાટ કોહલીની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા છે.જેમા તેઓ વિરાટ કોહલીની ઈનિંગને જોઈ ભડક્યો હતો અને કહ્યું હતુ કે કોહલીને પોતાના જ રેકોર્ડની ચિંતા છે.જેમા લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં કોહલીએ 61 રનની ઇનિંગ રમી હતી.ત્યારે આ ઈનિંગ દરમિયાન કોહલીએ આઈ.પી.એલઆ 46મી ફિફ્ટી ફટકારી હતી.જેમા કોહલીએ લખનઉ સામે પાવરપ્લેમાં 25 બોલમાં 42 રન બનાવ્યા હતા.જોકે પછી તેણે પોતાના બીજા 8 રન કરવા માટે 10 બોલનો સામનો કરવો પડ્યો હતો.