વિરપુર ખાતે આવેલ પૂજ્ય સંત જલારામબાપાની જગ્યા કોરોનાની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે 11 એપ્રિલના રોજ જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી હતી.પરંતુ કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછું થતા સરકાર દ્વારા 11 જૂનથી સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોને ખોલવાના નિર્ણયને લઈને બંધ કરવામાં આવેલા જલારામબાપાના મંદિરના આજથી મંગલ દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.ત્યારે આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.આમ પૂજ્ય જલારામ બાપાના દર્શન માટે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં દરેક દર્શનાર્થીઓને સૌપ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ કર્યા બાદ જ જગ્યામાં પ્રવેશ મળી રહ્યો છે. આ સિવાય મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.આમ દર્શનનો સમય સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી જ્યારે બપોરના 1 થી 3 વાગ્યા સુધી વિરામ રાખવામાં આવ્યો છે.ત્યારબાદ બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved