લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વિરપુરમાં કમોસમી વરસાદથી ખેતીપાકને નુકશાન થયુ

સમગ્ર રાજ્યમા છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ઉનાળામાં ચોમાસા જેવુ વાતાવરણ સર્જાઇ રહ્યું છે.ત્યારે રવી પાકના ઉત્પાદન સમયે પડતા કમોસમી વરસાદથી જગતનો તાત દયનીય હાલતમાં આવી ગયો છે.જેમા વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલ સાંજના સમયે અચાનક રાજકોટ જિલ્લાના વીરપુર તેમજ ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચરખડી,થોરાળા,નવાગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડતાં ખેડૂતનો ડુંગળી,ઘઉ,તલ,એરંડા સહિતનો પાક પાણીમાં પલળી ગયો હતો.આમ કમોસમી વરસાદ થતાં ડુંગળીનો પાક ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.જેના કારણે ખેડૂતો કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે.