લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વીરપુરમાં ખુલ્લી ગટરોથી ગંદકી સાથે અકસ્માતનો ભય જોવા મળ્યો

વીરપુરમાં રોડની બાજુમાં ઠેરઠેર ખુલ્લી ગટરોના કારણે ગંદકી વધી જવા પામી છે.ત્યારે આ ખુલ્લી ગટરોના કારણે આગામી સમયમાં મોટો અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જવા પામી છે.ત્યારે તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી સત્વરે ખુલ્લી ગટરો બંધ કરવાનું તેમજ ગંદકી હટાવવાનું કામ શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી ઉઠવા પામી છે.આમ વીરપુર નગરમાં લાખો રૂપિયા ખર્ચ કરીને ઠેરઠેર ગટર લાઈનો બનાવવામા આવી છે,પરંતુ તે ગટરલાઈનો ખુલ્લી હોવાને કારણે અકસ્માત થવાના તેમજ ગંદકી ફેલાવાનો ભય રહેલો છે.જેમાં રસ્તા પર સામેથી કોઈ મોટુ વાહન આવે અને સાઈડ આપવામાં સહેજ પણ ભૂલચૂક થાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેમ છે.