લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / વિસનગર પોલીસલાઇન ખાતે બાળ ક્રીડાંગણને ખુલ્લું મુકવામાં આવ્યુ

વિસનગરમાં આવેલી પોલીસલાઈન ખાતે રહેતા પોલીસ કર્મચારીઓના બાળકો માટે ક્રીડાંગણ ઉદ્યાન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.જેમાં બાળકો મોબાઈલની દુનિયામાં બહાર આવી મેદાનમાં રમત ગમતની ભાવના કેળવાય તે માટે ક્રીડાંગણનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ પ્રકારના રમતના સાધનો સાથે ક્રીડાંગણને સજજ કરવામાં આવ્યું છે.આમ આ કાર્યકમમાં જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ વડા,જિલ્લા વિકાસ અધિકારી,કડી ધારાસભ્ય,ઉંઝા ધારાસભ્ય,ડીવાયએસપી વિસનગર,વિસનગર શહેર તેમજ તાલુકા પી.આઇ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.