લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / વિસનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજાશે

વિસનગરમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીના હસ્તે ઇન્ડસ ટાવર ગુજરાત લીના સી.એસ.આર ફંડના સહયોગથી આધુનિક 4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ વિસનગર એપીએમસીના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કેડીલા ફાર્માસ્યુટિકલ લીના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યકમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લા લોકસભા સાંસદ,રાજ્યસભા સાંસદ,જિલ્લા પંચાયત પ્રમુખ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત તાલુકાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ વિસનગર એપીએમસી હોલ ખાતે યોજાશે.જે બ્લડ ડોનેશન કેમ્પમાં લાભ લેવા વિસનગર સહિત આજુબાજુ ગામની જનતાને જણાવવામા આવ્યુ છે.