વિસનગર એપીએમસી ખાતે આરોગ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ આરોગ્યના પ્રકલ્પોના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.જેમાં ઇન્ડસ ટાવર ગુજરાત લિમિટેડ ફંડના સહયોગથી નવીન આધુનિક ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સિવાય એપીએમસીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કેડિલા ફાર્માસ્યુટિકલ સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.જેમાં સખી ફાઉન્ડેશન વિસનગર દ્વારા 11 સગર્ભા બહેનોને દત્તક લઈ 6 માસ સુધીની પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સિવાય કડીમાં ખાનગી કંપનીના સહયોગથી શાળાએ જતી કિશોરીઓને 25 હજાર સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર, ધારાસભ્ય મુકેશ પટેલ,જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,વિસનગર તાલુકા અને નપાના પ્રમુખ,એ.પી.એમ.સી વિસનગરના ચેરમેન,જિલ્લાના મુખ્ય આરો- ગ્ય અધિકારી,આરોગ્ય વિભાગના અધિકારીગણ,કર્મચારીગણ,લાભાર્થીઓ,પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved