પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલમા વોશીંગ મશીન કંપની દ્વારા જમ્બો વોશીંગ મશીન મુકવા માટે યુનિવર્સિટીના સતાધીશો પાસે મંજૂરી માગવામાં આવી છે.ત્યારે વિધાર્થીઓને સુવિધા ઉપલબ્ધ બને તેવા આશય સાથે સતાધીશો દ્રારા આ બાબતે વિચાર વિમૅશના અંતે નિણૅય લેવામાં આવનાર હોવાનું યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.ચિરાગ પટેલે જણાવ્યું હતુ.આ સિવાય યુનિવર્સિટી કેમ્પસમાં પ્લાસ્ટીકના કચરાનાં નિકાલ માટે એટીએમ મશીન મુકવા બાબતે તેમજ વોશીંગ મશીન કંપની દ્વારા પોતાના સ્વખર્ચે વિવિધ હોસ્ટેલમા જમ્બો વોશીંગ મશીન મુકવા યુનિના કુલપતિ અને કુલ સચિવ દ્વારા વિદ્યાર્થીઓની સગવડોમાં વધારો થાય તે બાબતને અગ્રતા આપીને વિવિધ પ્રોજેક્ટ અમલી બનાવવાની દિશામાં હકારાત્મક અભિગમ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં પ્લાસ્ટીકની બોટલો,કોથળીઓ સહિતના કચરાના આધુનિક ઢબે નિકાલ સાથે પર્યાવરણ જાળવણીની દિશામા નવતર અભિગમ રૂપે યુનિવર્સિટીમાં પ્લાસ્ટિકના નિકાલ માટેનું આધુનિક એટીએમ મશીન લગાવવાની દિશામાં સક્રિય વિચારણા હાથ ધરાઇ છે.