કોરોના સંક્રમણ વધતાં પશ્ચિમ બંગાળમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.જેમાં રાજ્યના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે આ અંગે આદેશ આપ્યો છે.જે અંતર્ગત બંગાળમાં આગામી 16 થી 30 મે સુધી લોકડાઉન રહેશે.આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે.આ સિવાય ખાનગી ઓફિસ,સ્કૂલ,કોલેજ બંધ રહેશે.જ્યારે ફળ,શાકભાજી અને કરિયાણાની દુકાનો સવારે 7 થી 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.આમ રાત્રિના 9 થી સવારના 5 વાગ્યા સુધી લોકોને બહાર નીકળવાની પરવાનગી નહીં હોય.આ સમયગાળા દરમ્યાન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને અવરજવર માટે છૂટ આપવામાં આવશે.આમ બંગાળમાં લગ્નમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી છે,જ્યારે અંતિમ સંસ્કારમાં 20 લોકો સામેલ થઇ શકશે.આ સાથે રાજ્યના ધાર્મિક સ્થળો બંધ કરાયા છે.લોકડાઉન દરમિયાન મેટ્રો અને બસસેવા બંધ રહેશે. જરૂરી સેવા બાદ કરતાં તમામ ફેક્ટરીઓ બંધ રહેશે,જ્યારે બેંક સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved