Error: Server configuration issue
દક્ષિણ બંગાળમાં વીજળી પડવાને કારણે 20 લોકોનાં મોત થયા છે તેમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું છે.જેમાં મુર્શિદાબાદમાં 9 અને હૂગલીમાં 9 લોકોનાં મોત થયા છે.જ્યારે પૂરબા મેદિનિપુર જિલ્લામાં વીજળી પડવાને કારણે 2 લોકોનાં મોત થયા છે.આ સિવાય મુર્શિદાબાદ જિલ્લામાં વીજળી પડવાને કારણે અન્ય 3 લોકો ઘાયલ થયા છે.તેમને વધુ સારવાર માટે જાંગીપુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં.આમ કોલકાતા સહિતના દક્ષિણ બંગાળમાં બપોરથી ધોધમાર વરસાદ પડયો હતો.આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાને કારણે મૃત્યુ પામેલા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું અને તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved