લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પશ્ચિમ બંગાળમાં ટી.એમ.સીની મીટિંગ દરમિયાન વીજળી પડતા કાર્યકર્તાનું મોત થયુ

પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં વીજળી પડવાથી ટી.એમ.સીના કાર્યકર્તાનું મોત થઈ ગયુ હતુ જ્યારે અન્ય 43 લોકો કુદરતી ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વિસ્તારમા ટી.એમ.સીના અધિકારીઓ સહિત પાર્ટી કાર્યકર્તાઓની બેઠક યોજાઈ રહી હતી તે દરમ્યાન વરસાદ પડતાં તેઓ એક વડના ઝાડ નીચે ભેગા થયા હતા ત્યારે ત્યાં વીજળી પડી અને આ ઘટના બની હતી.ત્યારે કુદરતી આફતમાં ઘાયલ ટી.એમ.સી સમર્થકોને બર્દવાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાં મૃતકની ઓળખ અસિનપુરના રહેવાસી શમાદ મલ્લિક તરીકે થઈ છે.બીજીતરફ ઉત્તર દિનાજપુરમાં હાજર તૃણમૂલના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ બાંકુરા પહોંચેલા ભટ્ટાચાર્યને મૃતકો અને ઘાયલોના પરિવારજનોને મળવા કહ્યું છે.