લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પશ્ચિમ બંગાળમાં ગરમીના કારણે આગામી એક અઠવાડિયા સુધી તમામ સ્કુલ-કોલેજો બંધ રાખવા આદેશ કરાયો

પશ્ચિમ બંગાળમાં ભીષણ લૂની સ્થિતિને ધ્યાનમાં લઈને આગામી અઠવાડિયા સુધી રાજ્યની તમામ સ્કુલ-કોલેજ બંધ રહેશે.જે અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એલાન કર્યુ છે.જેમાં તેમણે કહ્યુ છે કે છેલ્લા ઘણા દિવસોથી બાળકો સ્કુલમાંથી પાછા ફર્યા બાદ માથાના દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે.જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિવાય મુખ્યમંત્રીએ લોકોને બપોરે 12 થી સાંજે 4 સુધી તડકામાં ન નીકળવાની પણ વિનંતી કરી છે.આમ પશ્ચિમ બંગાળમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ જોવા મળ્યુ છે.