વેસ્ટઇન્ડિઝના કેપ્ટન અને બેસ્ટમેન કેરોન પોલાર્ડે એન્ટીગામાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટી-૨૦ ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં ૬ સિક્સ ફટકારી છે.આમ આવું કરનાર પોલાર્ડ ટી-૨૦ ઇન્ટરનેશનલના ઇતિહાસમાં બીજો બેસ્ટમેન છે.આ અગાઉ ભારતના યુવરાજસિંહે ૬ સિક્સ ફટકારી છે.આમ યુવરાજસિંહે વર્ષ ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપ દરમિયાન ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં છ સિક્સ છટકારી હતી.જેમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં ૩૬ રન કર્યા હતા.જ્યારે વેસ્ટઇન્ડિઝના કેપ્ટન પોલાર્ડે અકિલા ધનંજયની એક ઓવરમાં છ સિકસ મારી છે.પોલાર્ડે પારીની છઠ્ઠી ઓવરમાં છ સિક્સ મારી હતી.આ સાથે તેણે ૧૧ બોલમાં ૩૮ રન બનાવીને આઉટ થયો હતો.જેમાં સતત છ સિક્સ પડતાં પહેલાં ધનંજયે પોતાની પાછલી ઓવરમાં હેટ્રિક લીધી હતી.જે બાદ પોલાર્ડ ક્રીઝ પર આવ્યો અને આક્રમક બેટિંગ કરી હતી.આમ પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સ મારનાર ત્રીજો બેસ્ટમેન છે.જે પહેલા દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સે વર્ષ ૨૦૦૭માં વન-ડે વર્લ્ડકપમાં એક ઓવરમાં ૩૬ રન કર્યા હતા.જેમાં ગિબ્સે નેધરલેન્ડના બોલર ડેન વેન બંજની ઓવરમાં છ સિક્સ ફટકારી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved