લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વેસ્ટ ઈન્ડિઝના બોલર જેસન હોલ્ડરે અનોખી હેટ્રિક નોધાવી

વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર જેસન હોલ્ડરે ઈતિહાસ રચી દીધો છે.જેમાં 30 વર્ષીય હોલ્ડર ટી20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર વેસ્ટઈન્ડિઝના પ્રથમ બોલર બની ગયા છે.જેમાં તેમણે હેટ્રિક બનાવી 4 બોલમાં 4 વિકેટ લેવાનો નવો ઈતિહાસ રચ્યો.જેસન હોલ્ડરે ઈંગલેન્ડ સામેની સિરીઝની અંતિમ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. બ્રિજટાઉનમાં 180 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમને અંતિમ ઓવરમાં જીત માટે 20 રનની જરૂર હતી અને 4 વિકેટ બાકી હતી.ત્યારે 20મી અને નિર્ણાયક ઓવરમાં જેસન હોલ્ડરે ઓવરના બીજા,ત્રીજા,ચોથા અને પાંચમા બોલ પર સતત વિકેટ લેવાનુ કારનામુ કર્યુ હતું.જેમાં હોલ્ડરની મારક બોલિંગથી ઈંગલેન્ડની ટીમ 162 રન પર હારી ગઈ હતી અને વિન્ડિઝે આ મેચ 17 રનથી જીતી લીધી હતી.આ સાથે આ સિરીઝ પર 3-2 થી કેરેબિયાઈ ટીમનો કબ્જો થયો હતો.