લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ભાભરના ખરડોસન ખાતે પીવાના પાણી અંગે મહિલાઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો

ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારવા મજબૂર બન્યા છે.જેમાં સરહદી વિસ્તાર ભાભરમા પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે.જેમાં ખરડોસન ખાતે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો છે.જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હોવાછતા પાણીનો કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જ્યાં બે કિલોમીટર દૂર ચાલીને મહિલાઓ પીવાનું પાણી લેવા જવા મજબૂર બની છે ત્યારે જો પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહી આવે તો ગાંધીનગર સુધી આ અંગેની રજુઆત કરવામાં આવશે.