લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વિશ્વના 60 હજાર લોકો હજ કરી શકશે

કોરોના સંક્રમણથી હજયાત્રા પર કોઈ અસર થશે નહિ.આમ સાઉદી સરકાર દ્વારા સાઉદી હજ મંત્રાલયની બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર આ વર્ષે વિવિધ શરતો સાથે વિશ્વભરમાંથી 60 હજાર લોકો હજ કરી શકશે.જેમાં ભારતની સેન્ટ્રલ હજ સમિતિએ આ સંદર્ભમાં માર્ગદર્શીકા જારી કરી છે જેમાં હજ અરજદારોએ કોવીશીલ્ડના બન્ને ડોઝ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે.આમ સાઉદી સરકાર દ્વારા ઘોષિત 60 હજાર હાજીઓમાંથી 15 હજાર લોકોના કવોટા અરબના લોકો માટે અનામત રાખવામાં આવ્યો છે.ત્યારે આ વર્ષે વિશ્વભરમાંથી 45 હજાર લોકો જ હજ કરી શકશે.