ઓસ્ટ્રેલિયન સંશોધકોએ આકાશગંગામાં એક વિચિત્ર ડરામણી વસ્તુની શોધ કરી છે. ખગોળવિદોને આ પહેલા કોઈ પ્રકારની વસ્તુ જોવા નથી મળી.આમ પોતાના સ્નાતકના થીસિસ પર કામ કરી રહેલા વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ સૌથી પહેલી વખત આ વસ્તુ જોઈ હતી અને તેમાંથી દર કલાકે 3 વખત રેડિયો ઉર્જાનો એક મોટો વિસ્ફોટ થાય છે.એસ્ટ્રો ફિઝિસિસ્ટ નતાશા હર્લે-વાકરના કહેવા મુજબ દર 18.18 મિનિટે પલ્સ આવે છે.નતાશાએ વિદ્યાર્થીની શોધ બાદ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાઈ આઉટબેક ખાતે ટેલિસ્કોપની મદદથી મર્ચિસન વાઈડફીલ્ડ એરે તરીકે ઓળખાતા સંશોધનનું નેતૃત્વ કર્યું હતું. બ્રહ્માંડમાં એવા અનેક ઓબ્જેક્ટ્સ છે જે ચાલુ અને બંધ થાય છે.પરંતુ 18.18 મિનિટે એવી ફ્રિક્વન્સી છે જે અગાઉ કદી નથી જોવા મળી.ઓબ્જેક્ટ પૃથ્વીથી આશરે 4,000 પ્રકાશવર્ષ દૂર છે,જે ખૂબ જ તેજસ્વી છે અને મજબૂત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved