રીયલ મેડ્રિડનો એટલેટિકો મેડ્રિડના હાથે પરાજય થયાના પાંચ દિવસમાં જ ઝિનેદિન ઝિદાને કોચ પદેથી રાજીનામુ આપી દીધું છે.આમ વર્ષ 2016થી કોચ તરીકેના 2 વખતના કાર્યકાળ દરમિયાન ઝિદાને રીયલને 2 લીગ ટાઇટલ અને 3 ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતાડયા હતા. ત્યારે ઝિનેદિન ઝિદાન રીયલ મેડ્રિડ માટે શાનદાર કોચ પુરવાર થયો છે.આ સિવાય સિરીએ ટાઇટલ જીતવા છતાં ઇન્ટર મિલાન ક્લબના કોચ એન્ટોનિયો કોન્ટ ક્લબથી છૂટા પડી ગયા છે.જેમાં ક્લબને 2 દાયકા પછી પ્રથમવખત ટાઇટલ જીતાડવા છતાં તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે.આમ યુવેન્ટસે પણ તેના કોચ એન્ડ્રિયા પિર્લોની હકાલપટ્ટી કરી છે અને તેના સ્થાને ભૂતપૂર્વ મેનેજર મેસીમિલાનો એલિગ્રીની નિમણૂક કરી છે.આમ ગયા વર્ષે કોચ તરીકે નિમાયેલા પિર્લો પાસે કોચિંગનો કોઈ અનુભવ નહતો.ત્યારે તેના કોચિંગ હેઠળ યુવેન્ટસ ચોથા સ્થાને આવ્યું હતું અને જેમાં તેણે સળંગ 9 વિજય મેળવ્યા હતા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved