રાજસ્થાનના જૈસલમેર ખાતે સેના દિવસ નિમિત્તે ભારત-પાકિસ્તાન સરહદ પર ખાદીમાંથી બનેલો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવવામાં આવશે. જે તિરંગો લોંગેવાલામાં પ્રદર્શિત કરવામાં આવશે,જે ઇસ.1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધનું મુખ્ય કેન્દ્ર હતું.જે તિરંગો 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો છે અને તેનું વજન 1,400 કિગ્રા છે. આ ઝંડો તૈયાર કરવામાં ખાદીના 70 કારીગરોને 49 દિવસ લાગ્યા હતા. સ્મારક રાષ્ટ્રીય ધ્વજના નિર્માણથી ખાદી કારીગરો અને શ્રમિકોને 3,500 કલાકનું વધારાનું કામ મળ્યું છે. આ ઝંડાને બનાવવામાં 4,500 મીટર હાથથી કાંતેલા અને હાથથી વણેલા ખાદીના સુતરાઉ ધ્વજપટનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જે 33,750 વર્ગફૂટના કુલ ક્ષેત્રફળને કવર કરે છે.ધ્વજમાં અશોક ચક્રનો વ્યાસ 30 ફૂટ છે.2 ઓક્ટોબર,2021ના રોજ લેહ ખાતે તિરંગાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાદી દ્વારા સાર્વજનિક પ્રદર્શન માટે બનાવાયેલો આ 5મો ધ્વજ છે. બીજો તિરંગો 8 ઓક્ટોબર,2021ના રોજ વાયુસેના દિવસ પર હિંડન એરબેઝ પર જ્યારે 21 ઓક્ટોબર,2021ના રોજ લાલકિલ્લા પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.તે જ દિવસે ભારતમાં 100 કરોડ વેક્સિનેશન ડોઝનો આંક પૂરો કરવામાં આવ્યો હતો.4 ડિસેમ્બર,2021ના રોજ નૌસેના દિવસની ઉજવણી માટે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે નૌસેના ડોકયાર્ડમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.આ તિરંગાને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved