લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / દુનિયામાં સૌથી લાંબુ જીવનારા વૃધ્ધનુ 112 વર્ષે મોત થયું

દુનિયાના સૌથી ઘરડા વ્યક્તિ અને સ્પેનના નાગરિક સેટર્નિનો ડે લા ફુઅંતે ગાર્સિયાનુ નિધન થયુ છે.જેઓ 112 વર્ષ અને 341 દિવસના હતા.જેઓ 24 દિવસ બાદ પોતાનો 113મો જન્મદિવસ ઉજવે તે પહેલા તેમણે આખરી શ્વાસ લીધા છે.ગાર્સિયાએ 112 વર્ષ અને 211 દિવસના થયા બાદ સપ્ટેમ્બર,2021માં ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્યુ હતુ.આમ તેમના મોતની વાતને ગિનિઝ બૂકે સમર્થન આપ્યુ છે.જેમને અલ પોપિનોના નામથી પણ ઓળખવામાં આવતા હતા.તેઓ પોતાના પરિવારમાં 22 પૌત્ર અને પૌત્રીઓને છોડીને ગયા છે.તેઓ દર વર્ષે 8 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ મનાવતા હતા.4 ફૂટ અને 92 ઈંચ લાંબા ગાર્સિયા વ્યવસાયે શૂઝ બનાવવાનુ કામ કરતા હતા.આમ તેમના લાંબી વયનુ શ્રેય તેમણે પોતાના શાંત સ્વભાવને અ્ને શાંત જીવનને આપ્યુ હતુ.