લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વર્લ્ડ ચેમ્પિયન કાર્લસન 8મી વખત માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યો

નોર્વેના વિશ્વ ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને રેકોર્ડ 8મી વખત નેધરલેન્ડમાં ચાલી રહેલી ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.જેમાં કાર્લસને12માં રાઉન્ડમાં અમેરિકાના ફાબિઆનો કારૂનાને હરાવ્યો હતો.આમ ભારતનો ગ્રાન્ડ માસ્ટર અર્જુન ઈરિગૈસીએ ટાટા સ્ટીલ ચેલેન્જર્સ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.આમ 18 વર્ષના અર્જુને 12 રાઉન્ડ બાદ 9.5 પોઈન્ટ સાથે જીત હાંસલ કરી હતી.આ સાથે તેણે આવતા વર્ષની માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય કરી લીધું છે જેમા અર્જુને 7 જીત અને 5 ડ્રો સાથે એક રાઉન્ડ પહેલા ટાઈટલ જીતી લીધું હતુ.આ સાથે તે ટોચના 100 ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે.આ અગાઉ ટુર્નામેન્ટ ભારતના પી.હરિકૃષ્ણા,બી.અધિબાન અને વિદિત ગુજરાતી જીતી ચૂક્યા છે.