લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વિશ્વના દેશોમાં તબાહી મચાવનાર કોરોના વેરિઅન્ટનો ભારતમા પ્રવેશ થયો

કોરોના કેસને લઈને આરોગ્ય વિભાગની ચિંતા સતત વધી રહી છે.જેમાં કોરોનાના વધુ એક નવા વેરિઅન્ટે વધુ હલચલ ઉભી કરી છે.ત્યારે આ નવા વેરિઅન્ટને ખૂબ ખતરનાક માનવામાં આવે છે.આ વેરિઅન્ટને આર્ક્ટુરસ નામ આપવામાં આવ્યું છે.જે ઓમિક્રોનનો પેટા પ્રકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.આમ ટોક્યો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ અભ્યાસ મુજબ આર્ક્ટુરસ 1.2 ક્રેકેન વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે,જેનું નામ ઓમિક્રોન એક્સ.બી.બી 1.5 છે.જેના કારણે લોકોને સ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર થતી નથી.આમ વિશ્વ આરોગ્ય ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ સતત વધી રહેલા કેસ પહેલાથી જ ચિંતાનો વિષય બન્યા છે.તે જ સમયે નવા પ્રકારનો વેરિઅન્ટ સમસ્યામાં વધારો કરી શકે તેમ છે.આમ કોરોનાનો નવો પ્રકાર આર્ક્ટુરસનો પ્રથમ કેસ જાન્યુઆરીમાં સામે આવ્યો હતો.જે અમેરિકા,સિંગાપોર અને અન્ય ઘણા દેશોમાં જોવા મળ્યો હતો.જ્યારે આ વેરિઅન્ટની તપાસ કરવામા આવી ત્યારે ખબર પડી હતી કે મોટાભાગના કેસ ભારતમાં આવી રહ્યા છે.