લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વિશ્વમાં પ્રથમવાર રોબોટે સર્જરી કરીને ઈતિહાસ રચ્યો

અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલા રોબોટે પ્રથમવાર માણસની મદદ વગર સર્જરી કરીને ઈતિહાસ રચ્યો છે.જેમાં કોઈ રોબોટે તબીબી સર્જરી કરી હોય તેવો આ પ્રથમ બનાવ બન્યો છે.જેમાં રોબોટે ડુક્કરના શરીરમાં ભૂલ વગર લેપ્રોસ્કોપિક સર્જરી કરી બતાવી હતી.અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડો.એક્સેલ ક્રિએગરના નેતૃત્વમાં રોબોટિક સર્જરીના સફળ પ્રયોગો થયા હતા.આમ રોબોટ પાસે ચાર ઓપરેશનો કરાવાયા હતા જે ચારેયના પ્રયોગમાં સફળતા મળી હતી.જે સર્જરીમાં રોબોટે ડુક્કરના આંતરડાને જોડયા હતા.યુનિવર્સિટીના સંશોધકોએ આ રોબોટનું નામ સ્માર્ટ ટિશ્યૂ ઓટોનોમસ રોબોટ રાખ્યું છે.જે બાબતે સંશોધકોએ એવું તારણ રજૂ કર્યું હતું કે રોબોટે માણસની સરખામણીએ વધુ સારી રીતે અને સ્વસ્થતાથી ઓપરેશન પાર પાડયું હતું.આ સિવાય સંશોધકોએ નોંધ્યું હતું કે પેટમાં વાઢકાપ કરીને ઓપરેશન કરવાનું કામ ખૂબ જ નાજૂક હોય છે.પરંતુ આ કામ પણ રોબોટે સિફતપૂર્વક પાર પાડયું હતું.જે સફળતા પછી ભવિષ્યમાં ઓપરેશન રોબોટિક્સની શક્યતા વધશે અને ઓપરેશન ઓટોમેટિક થશે.