લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વિશ્વમાં કાર્બન ડાયોકસાઈડના સ્તરમાં વધારો જોવા મળ્યો

વર્તમાનમાં વિશ્વના મોટાભાગના દેશો ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઓછુ કરવાની વાત કરી રહ્યા છે.ત્યારે વર્ષ 2022માં સતત 11મા વર્ષે કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન વધ્યું છે.ત્યારે આ અંગેનો ખુલાસો નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફીયરીકના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.વર્ષ 2022માં કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં 2.13 પીપીએનો વધારો થયો છે.આ સાથે વર્ષ 2022માં પૃથ્વીની સપાટી પાસે મોજુદ કાર્બન ડાયોકસાઈડનુ સ્તર વધીને 417.06 પીપીએમ પર પહોંચ્યુ છે.જેમા 2013 પછી આ ગતિ ઘણી વધી ગઈ છે.આ પહેલા કયારેય પણ સતત 3 વર્ષ સુધી 2 પીપીએમ કે તેથી વધુનો વધારો થયો નહોતો.