લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વિશ્વમા પ્રથમવાર સ્પેનમાં રોબોટ દ્વારા ફેફસાનું પ્રત્યારોપણ કરાયું

સ્પેનમાં સર્જનોની ટીમે દુનિયામાં પ્રથમવાર રોબોટના માધ્યમથી ફેફસાનું સફળતાથી પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.ત્યારે બાર્સીલોના સ્થિત બૈલ ડી હેબ્રોન હોસ્પિટલના સર્જનોએ આ ઓપરેશન કર્યું છે.આ કામ કરવામાં રોબોટને 4 કલાક લાગ્યા હતા.આ ઓપરેશન બાદ ઘાવ જલદી ભરાશે અને દર્દ પણ ઓછુ થશે.આમ આ અંગે ડો. આલ્બર્ટ જૌટેગુઈએ જણાવ્યુ હતું કે ફેફસાના પ્રત્યારોપણ માટે રોબોટે નવી પ્રક્રિયા અપનાવી હતી. ફેફસાના ઓપરેશનને જટીલ ઓપરેશન માનવામાં આવે છે.જેમા રોગીની છાતીમાં લગભગ 30 સેમીનો એક ચીરો લગાવવામાં આવે છે અને પાંસળીઓને કાપવાની જરૂર રહેતી નથી.ઓપરેશન માટે સર્જનોએ રોબોટના હાથ અને થ્રી-ડી કેમેરા લગાવ્યા હતા.ત્યારબાદ સૌથી પહેલા પાંસળીના પિંજરાના કિનારે નાનો ચીરો લગાવવામાં આવ્યો હતો જે કેવળ 8 સેમીનો હતો.