લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વિશ્વબજારમાં ક્રૂડતેલ સાત મહિનાની ટોચે પહોચ્યું

ભારતમાં ગત વર્ષે પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો થયા બાદ દિવાળીથી તેમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ તેમાં ફરી ભડકો થવાના ભણકારા છે. ત્યારે વિશ્વબજારમાં ક્રૂડતેલ 85 ડોલરને આંબી જવા સાથે સાત મહિનાની ટોચે પહોંચી ગયું છે. જેના કારણે ઘરઆંગણે તેના ભાવ વધી શકે છે.આંતરરાષ્ટ્રીય સ્તરે નવા-નવા ઘટનાક્રમો વચ્ચે ક્રૂડતેલની તેજીને જોર મળ્યું છે. એકતરફ અમેરિકામાં બરફના તોફાનને કારણે ક્રૂડતેલનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. જ્યારે બીજીતરફ ચીનનો આર્થિક વિકાસદર વધવા લાગ્યો છે.જેના પરિણામે ક્રૂડની ડીમાંડ વધવાના આશાવાદથી તેજીને મજબુત ટેકો મળી ગયો છે.વિશ્વબજારમા ક્રૂડતેલની કિમત 90 ડોલર સુધી પહોંચી શકે છે અને તેની અસર ભારતીય માર્કેટમાં પણ થઇ શકે છે.ઘરઆંગણે પેટ્રોલ તથા ડીઝલમાં બેથી ત્રણ રૂપિયાનો ભાવવધારો થવાના ભણકારા છે.લંડનમાં ક્રૂડ 86.13 ડોલર થયું હતું. અમેરિકી ક્રૂડ 84.08 ડોલર થયું હતું. વિશ્વબજારમાં કોરોનાની મહાલહેર છતાં વેપારધંધા કે અર્થતંત્ર પ્રભાવિત થયા ન હોવાથી ઇંધણની ડીમાંડ ઘટવાની આશંકા દૂર થઇ છે એટલે ક્રૂડતેલના ભાવના ટ્રેન્ડમાં કોઇ બદલાવ નથી.ક્રૂડતેલની કિંમત કે ટ્રેન્ડમાં કોઇ ફેરફાર ન હોવાછતાં રીટેઇલ વેચાણમાં ઘટાડો થયો છે.જેમાં 1 થી 15 જાન્યુઆરીના પખવાડિયામાં ગતવર્ષના સમયગાળા કરતાં ડીઝલનું વેચાણ 14.1 ટકા ઘટીને 24.7 લાખ ટન નોંધાયું છે.