લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વિશ્વ બજારમાં સોયાબીન છેલ્લા સાત મહિનાની ટોચે પહોચ્યું

મુંબઈ તેલીબિયા બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવમાં તેજી વધી હતી.ત્યારે દેશી ખાદ્યતેલોમાં હવામાન મિશ્ર હતું.ત્યારે વિશ્વ બજારમાં તેજી આગળ વધી રહી હતી.જેમાં અમેરિકામા સોયાતેલના ભાવ ઓવરનાઈટ 101 પોઈન્ટ વધ્યા પછી ભાવ વધુ 46 થી 47 પોઈન્ટ ઉંચાકાયા હતા.મુંબઈ બજારમા 10 કિલોના ભાવ પામતેલના વધી રૂ.1235 રહ્યા હતા.પામતેલમાં હવાલા રિસેલમા 100 થી 150 ટનના તથા રિફાઈનરીઓના 700 થી 800 ટનના વેપાર થયા હતા.જ્યારે ક્રૂડ પામઓ ઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.1205 રહ્યા હતા.આ દરમિયાન બજેટમા નોન-બ્લેન્ડેડ પેટ્રોલિયમ ફયુઅલમા લેવી લદાતા બ્લેન્ડેડ ફયુઅલમા ચલણ વધશે.જેના પગલે ઈથેનૌલ તથા બાયોફયુઅલની માંગ વધવાની આશાએ ખાદ્યતેલોના બજારમાં આજે આંતરપ્રવાહો મક્કમ રહ્યા હતા.મુંબઈ બજારમા સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.1215 થી 1220 તથા રિફા.ના રૂ.1275 થી 1280 રહ્યા હતા.જ્યારે સનફલાવરના ભાવ રૂ.1215 તથા રિફા.ના રૂ.1280 રહ્યા હતા.જ્યારે મસ્ટર્ડના ભાવ ઘટી રૂ.1660 તથા રિફા.ના રૂ.1690 રહ્યા હતા.સિંગતેલના ભાવ રૂ.1340 જ્યારે કપાસિયા તેલના ભાવ વધી રૂ.1300 રહ્યા હતા. સૌરાષ્ટ્ર ખાતે ભાવ સિંગતેલના રૂ.1300 તથા 15 કિલોના રૂ.2080 થી 2090 તથા કોટન વોશ્ડના રૂ.1240 થી 1245 રહ્યા હતા.મુંબઈ બજારમાં દિવેલના ભાવ આજે રૂ.5 તથા હાજર એરંડાના રૂ.25 નરમ રહ્યા હતા.એરંડા વાયદાના ભાવ રૂ.14 ઘટયા હતા.મુંબઈ ખોળબજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.100 વધ્યા હતા જ્યારે કપાસિયા ખોળ અને સનફલાવર ખોળના રૂ.500 થી 1000 ઉંચકાયા હતા.