વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલને ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ આ મેચ માટે ભારતીય ખેલાડીઓએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.જે ટ્રેનિંગ સેશન દરમિયાન તમામની નજર મોહમ્મદ સિરાજ પર રહેશે.જેમાં ટ્રેનિંગ દરમિયાન સિરાજ પોતાની ફિટનેસ સાબિત કરવામાં સફળ રહેશે તો તેને ફાઇનલ મેચમાં રમાડવામાં આવી શકે છે.આમ મોહમ્મદ સિરાજને ઇશાંત શર્માની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.આમ ઓગસ્ટ 2019ના વેસ્ટઇન્ડિઝ પ્રવાસ બાદ આ પ્રથમ વખત છે કે ઇશાંત શર્મા,મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ તમામ પસંદગી માટે ઉપલબ્ધ છે.જેમાં ઇશાંત શર્માને ઇંગ્લેન્ડમાં 12 ટેસ્ટ રમવાનો અનુભવ છે.આમ ઇશાંત શર્માને બહાર થવાનું એક કારણ રવિન્દ્ર જાડેજાનું ફિટ થવું છે.આમ રવિન્દ્ર જાડેજા છેલ્લા 2 વર્ષથી બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.ત્યારે જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પણ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.આ સિવાય ન્યૂઝિલેન્ડની ટીમ ચાર ઝડપી બોલર સાથે ઉતરી શકે છે.આમ ભારતે સાઉથમ્પટનમાં અત્યારસુધી બે ટેસ્ટ મેચ રમી છે.જેમાં મોઇન અલીના સ્પિને ભારતીય બેસ્ટમેનોને ઘણા હેરાન કર્યા હતા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved