લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર કરવામાં આવી

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ન્યૂઝીલેન્ડે ટીમની જાહેરાત કરી છે.ત્યારે કીવી ટીમ મેનેજમેન્ટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે.જેમાં કેન વિલિયમ્સનની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડ આગામી 18 જૂનથી સાઉથેમપ્ટનમાં ભારત વિરુદ્ધ ઐતિહાસિક ફાઇનલ રમવા ઉતરશે.આમ તાજેતરમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં હાર આપી છે.ત્યારે કીવી ટીમ ઐતિહાસિક ફાઇનલમાં ઉતરે તે પહેલાં આત્મવિશ્વાસમાં નજરે પડી રહ્યો છે.આમ ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધની મેચમાં એજાઝ પટેલને ટીમમાં સામેલ કરેલ છે.જે એકમાત્ર સ્પિનર છે.

ન્યૂઝીલેન્ડની ટીમ- કેન વિલિયમ્સન (કેપ્ટન),ટોમ બ્લંડેલ,ટ્રેંટ બોલ્ટ,ડેવોન કોનવે,કોલિન ડી ગ્રેન્ડહોમે,મેટ હેનરી,કાઇલ જેમીસન, ટોમ લેથમ,હેનરી નિકોલ્સ,એજાઝ પટેલ,રોસ ટેલર,નીલ વેગનર,બી.જે વાટલિંગ,વિલ યંગ