લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / સિદ્ધપુરની શ્રી સ્થળ શાળા ખાતે વાય-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાયો

સિદ્ધપુરની શ્રીસ્થળ શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પાટણ જિલ્લા દ્વારા વાય-20 ગુજરાત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમા યુવાનોએ કઈ રીતે પોતાના કરિયરને આગળ રાખીને કામ કરવું જોઈએ તે વિશે તજજ્ઞો દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જેમા સ્વામિ વિવેકાનંદ યુવા બોર્ડના ઝોન સંયોજક હિમાંશુભાઈ પટેલ,ડો.મયંકભાઈ બારોટ,સિદ્ધપુર એ.પી.એમ.સી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ,વિક્રમસિંહ ઠાકોર,વામનભાઈ પંડ્યા,પૂર્વ નગરપાલિકા પ્રમુખ સિદ્ધપુર અજીતભાઈ ઠાકર તેમજ સિદ્ધપુર વિવેકાનંદ યુવા બોર્ડના કાર્યકર્તાઓ સહિતના લોકો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.