લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યમુના નદીના પાણીમાં એમોનિયાના સ્તરમાં વધારો જોવા મળ્યો

દિલ્હીમાં પીવાના પાણીના પુરવઠા બાબતે યમુના નદીનું મહત્વનું યોગદાન રહ્યું છે તેમ છતા પ્રદૂષણના કારણે યમુનાની હાલત ખરાબ થઈ છે.જેમા છેલ્લા ઘણા દિવસોથી યમુના નદીમાં એમોનિયાનો પ્રભાવ જોવા મળી રહ્યો હતો.આમ યમુના નદીમા એમોનિયાનું સ્તર 7.8 પીપીએમ સુધી પહોંચી ચૂક્યુ છે.ત્યારે તેને જોખમી માનવામા આવી રહ્યુ છે.જેના કારણે દિલ્હીના વોટર સપ્લાય પર પણ સીધી અસર પડી રહી છે.જેના કારણે ઘરમા પાણી સપ્લાય પર પણ અસર થતી જોવા મળી રહી છે.જેના અસરગ્રસ્ત વિસ્તારોમાં સિવિલ લાઈન્સ,કમલા નગર,શક્તિ નગર,કરોલ બાગ,પહાડગંજ,એનડીએમસી વિસ્તાર,ઓલ્ડ અને ન્યુ રાજેન્દ્રનગર,પ્રેમનગર,પટેલ નગર, બલજીત નગર,ઈન્દ્રપુરી કાલકાજી,તુગલકાબાદ,ગોવિંદપુરી,સંગમ વિહાર,આંબેડકર નગર,રામલીલા ગ્રાઉન્ડ,દિલ્હી ગેટ,સુભાષ માર્ગ,પ્રહલાદપુર,મોડલ ટાઉન,ગુલાબી બાગ, જહાંગીરપુરી,પંજાબી બાગ,મૂલચંદ,સાઉથ એક્સટેન્શન,ગ્રેટર કૈલાશ,દિલ્હી કેન્ટ સહિતના કેટલાક વિસ્તાર અથવા સાઉથ દિલ્હીના અમુક વિસ્તાર સામેલ છે.