લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વર્ષ 2020માં નળસરોવર અને થોળમા હજારો પક્ષીઓ જોવા મળ્યા

નળસરોવર અને થોળ પક્ષી અભયારણ્યમાં 5 ફેબુ્આરીએ સાંજથી પક્ષીઓની ગણતરી વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.જે રવિવારની સવાર સુધી ચાલશે.આ માટે રાજ્યભરમાંથી 100થી વધુ પક્ષીવિદો ગણતરીમાં ભાગ લેવાના છે.જેના અંતર્ગત નળસરોવરને 40 ઝોનમાં તેમજ થોળને 8 ઝોનમાં વહેંચી દેવામા આવ્યું છે.આમ છેલ્લે વર્ષ 2020માં ગણતરી હાથ ધરાઇ હતી.જેમાં નળસરોવરમાં 3.15 લાખ જ્યારે થોળમાં 57 હજાર જેટલા પક્ષીઓની હાજરી નોંધાઇ હતી.આમ સામાન્ય રીતે નવેમ્બર માસથી લઇને ફેબુ્આરીના અંત સુધી બંને પક્ષી અભયારણ્યમાં પક્ષીઓ જોવા મળતા હોય છે.આમ વર્ષ 1992થી પક્ષીઓની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે.ત્યારે ઇસ.1992માં 1,87,734 પક્ષીઓ જોવા મળ્યા હતા.જ્યારે વર્ષ 2000માં ફક્ત 50,581 પક્ષીઓ જોવા મળ્યા હતા.જે અત્યારસુધીની સૌથી ઓછી સંખ્યા છે.ત્યારબાદ નળસરોવરમાં પક્ષીઓનું અવિરત અને મોટી સંખ્યામાં આગમન જોવા મળ્યું છે.આ સિવાય થોળમાં વર્ષ 2004થી પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે.તે સમયે ફક્ત 18,372 પક્ષીઓ હતા,જ્યારે વર્તમાનમાં વર્ષ 2016માં 61,434 પક્ષીઓ જોવા મળ્યા હતા.આમ પક્ષીઓ ગુજરાતમાં રોકાણ કરીને પછી જ મહારાષ્ટ્ર,કર્ણાટક સહિતના દક્ષિણના રાજ્યોમાં જાય છે.આમ નળસરોવરમાં અનેક પ્રકારની જંગલી વનસ્પતિઓ થતી હોય છે જે પક્ષીઓનો મુખ્ય ખોરાક છે.જેમાં ડીલો, સુતરિયો સેવાળ,કાંટાળો સેવાળ,પાન,થેગ સહિતની વનસ્પતિઓ પક્ષીઓનો ખોરાક છે.