નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં વર્ષ 2021-22ના ઇકોનોમિક સર્વેની રજૂઆત કરી હતી.જેમાં સર્વે અનુસાર દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2022-23ના નાણાકીય વર્ષમાં 8 થી 8.5 ટકા રહેવાની ધારણા છે.વર્ષ 2021-22માં આર્થિક વિકાસ દર 9.5 ટકા રહેવાનો અંદાજ છે.દેશનું અર્થતંત્ર વિકસી રહ્યું છે,જેમાં કરની આકારની વધી રહી છે ત્યારે સરકાર પાસે એટલી જગ્યા છે કે આગામી વર્ષે ખર્ચ વધારી,વધારે મૂડીરોકાણ કરી અર્થતંત્રને ટેકો આપે એનો મતલબ કે મંગળવારે રજુ થનારા બજેટમાં કેન્દ્ર સરકાર પોતાનો ખર્ચ વધારી શકે છે એવી ધારણા છે કે કેન્દ્ર સરકાર બજેટ વર્ષ 2022-23માં કુલ ખર્ચ રૂ.39 લાખ કરોડ રહે તેવી શક્યતા છે.બજેટ અગાઉ ઇકોનોમિક સર્વે રજુ કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર પાસે નાણાની પુરતી ઉપલબ્ધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ અંદાજ અનુસાર બજેટ 2022-23માં નાણામંત્રી દેશની નાણા ખાધ જીડીપીના 6.1 ટકા રાખે તેવી શક્યતા છે.આ સ્થિતિમાં કેન્દ્ર સરકારને આગામી વર્ષે બજારમાંથી રૂ.13 લાખ કરોડનું દેવું કરવું પડે તેવી શક્યતા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved