લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આવતીકાલે નાઇટ કર્ફ્યૂની નવી ગાઇડલાઇન્સ જાહેર થઈ શકે

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો 10 હજારની નજીક પહોંચી ગયા છે,જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે તેમ જ દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. ત્યારે 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી,જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે તેવી શક્યતા છે.આમ વર્તમાનમાં 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે. પરંતુ નવી ગાઇડલાઇન્સમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય તેવા શહેરોનો પણ ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં 4 મહાનગર અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટમાં રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો,જ્યારે ત્રીજી લહેરમાં 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9 થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.જેમાં દુકાનો,કોમર્શિયલ સંસ્થાઓ,લારી-ગલ્લા,શોપિંગ કૉમ્પ્લેક્સ,માર્કેટિંગ યાર્ડ,સાપ્તાહિક ગુજરી બજાર,હાટ,હેરકટિંગ શોપ,સ્પા-સલૂન,બ્યૂટી પાર્લર,વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.જેમાં જે-તે દુકાન તથા ઓફિસના માલિક,સંચાલક તથા કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.જ્યારે હોટલ-રેસ્ટોરન્ટ્સમાં બેઠક ક્ષમતાના 75% સુધી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે તેમજ હોમ ડિલિવરી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.ધાર્મિક,શૈક્ષણિક જાહેર કાર્યક્રમો ખુલ્લી જગ્યામાં 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.આ સિવાય જિમ,સિનેમા,વોટરપાર્ક,લાઇબ્રેરીમાં બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી આપી શકાશે.લગ્નપ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે,બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જોકે આ નિયંત્રણો 15 જાન્યુ. પૂરતા છે. આ તારીખ સુધી કમૂરતાં હોવાથી લગ્નો યોજાશે નહીં. 15 જાન્યુ. પછી પણ નિયંત્રણોની મુદત લંબાવાશે એવી શક્યતા છે.આ ઉપરાંત અંતિમક્રિયા અને દફનવિધિમા 100 લોકો ઉપસ્થિત રહી શકશે.નૉન-એસી બસમાં ક્ષમતાના 75% મુસાફરોને મંજૂરી મળશે. જાહેર બાગ-બગીચા રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે,જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અનિવાર્ય રહેશે.ધો.1 થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઓનલાઇન વર્ગો યોજાશે.સ્કૂલ,કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે યોજી શકાશે.