Error: Server configuration issue
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે તેના અંતર્ગત ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આવતીકાલથી 24 તીર્થસ્થાનોમા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અભિયાનની શરૂઆત રાજકોટથી કરાવવાના છે.રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે અને એ પછી મહિનાના દર ત્રીજા રવિવારના રોજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સફાઈ અભિયાનને આગળ વધારવામાં આવશે.જેના પ્રથમ તબક્કામાં 24 તીર્થસ્થાનો ઉપરાંત પછીથી આગળના સમયમાં મહિનામાં દર ત્રીજા રવિવારના રોજ અલગ-અલગ સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved