હજીરા-ધોધા વચ્ચે કેન્દ્ર સરકારે શરૂ કરેલ રો-પેકસ સર્વિસની સફળતા બાદ સુરત થી દિવ સુધીની ક્રુઝ સેવાનો આવતીકાલ તા.31ના રોજ કેન્દ્રીય પોર્ટસ અને શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે વર્ચ્યુઅલી પ્રારંભ કરવામાં આવનાર છે.જે સેવાથી ગુજરાતને વધુ એક નવી ભેટ મળી છે.આમ આ ક્રુઝ સર્વીસ દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દિવ આવશે.તેમજ તે જ દિવસે સાંજે દિવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે.આ સર્વીસમાં એકબાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે.આમ 300 પેસેન્જરની કેપેસીટી ધરાવતી આ ક્રૂઝમાં 16 જેટલી કેબીન આવેલી છે.જે ક્રુઝ અઠવાડીયામાં દિવની બે રાઉન્ડ ટ્રીપ કરશે તથા શુક્ર-શનિ અને રવિવારનાં રોજ સુરત હાઈસીમાં મુસાફરી કરાવશે.આ ક્રુઝમા ગેમીંગ લાઉન્જ,વી.આઈ.પી લાઉન્જ,એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક સહીતની સુવિધાઓથી સજજ છે.આમ ચાર માસ પૂર્વે પ્રધાનમંત્રીના હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેકસ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે.જેમાં 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લેવામાં આવેલ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved