લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આવતીકાલે દ.આફ્રિકા સામે ભારતનો પ્રથમ વન-ડે મુકાબલો રમાશે

આવતીકાલથી ભારત અને દ.આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મેચોની શ્રેણી પૈકીની પ્રથમ મેચનો શુભારંભ થવા જઇ રહ્યો છે,જેમાં ટીમનું નેતૃત્વ કે.એલ.રાહુલ સંભાળશે, જ્યારે વિરાટ કોહલી ટીમમાં એક ખેલાડી તરીકે રમશે.આમ બન્ને દેશો વચ્ચે 84 વન-ડે રમાઈ છે,જેમાંથી ભારતે 35માં વિજય પ્રાપ્ત કર્યો છે,જ્યારે 46 મેચો ગુમાવી છે અને 3 મેચો અનિર્ણિત રહી છે,જ્યારે દ. આફ્રિકાએ 84 મેચોમાંથી 46 વન-ડે મેચો જીતીને સર્વોપરીતા હાંસલ કરી છે.ભારતીય ટીમ અત્યારે સારા એવા ફોર્મમાં ચાલી રહી છે,લીમીટેડ ઓવરની મેચોમાં ભારતીય ખેલાડીઓ નોંધપાત્ર દેખાવ કરે છે.દ.આફ્રિકાએ ભારત સામે 2-1થી ટેસ્ટ શ્રેણી જીતીને આત્મવિશ્વાસ સંપાદન કર્યો હોવાથી ભારતે સાવચેત રહેવું જરૂરી છે.જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સામી ભારતીય ટીમનાં સ્ટાર બોલરો છે.