લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આવતીકાલે મનસુખ માંડવિયા તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

દેશમાં કોરોના વાયરસે રફ્તાર પકડી છે.જેના કારણે છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા કેસોમાં લગભગ 80 ટકાનો વધારો થયો છે.ત્યારે આ દરમિયાન 2300થી વધુ કેસો વધ્યા છે.ત્યારે કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ બની ગઈ છે.ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે બેઠક બોલાવી છે.જેમા વિવિધ રાજ્યોમા કોરોનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.જેમા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5,335 નવા કેસ જોવા મળ્યા છે.