દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર આવતીકાલે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમ યોજાનાર હોવાથી શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડના વિવિધ સ્થળે વડાપ્રધાનના સંબોધનનું સવારે 10:30 કલાકે રજીસ્ટ્રેશન બાદ 11:00 કલાકથી જીવંત પ્રસારણ થશે અને શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડાશે.ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના નિર્દેશાનુસાર અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના દિશાસૂચન મુજબ આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર વડાપ્રધાનના સંબોધનને સાંભળવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી કિશોર રાઠોડ,નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યુ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved