લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આવતીકાલે રાજ્યના 2.76 હજારથી વધુ ઉમેદવારો ટેટ-2ની પરીક્ષા આપશે

વર્તમાનમાં ટેટ-1ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થઈ છે,ત્યારે આગામી સમયમાં લેવાનારી ટેટ-2ની પરીક્ષાની તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે.ત્યારે આવતીકાલે જ ટેટ-2ની પરીક્ષા છે,જે દરમિયાન કોઈ કોપીકેસ,ગેરરીતી કે ચોરીની ઘટના ન બને તેને લઈ તકેદારી રાખવામાં આવી રહી છે.આમ આ પરિક્ષા રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે.જેમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજે 2,76000,66 ઉમેદવારો પરીક્ષા આપવાના છે.જેમાં પરીક્ષા આપનાર ઉમેદવાર પરીક્ષાખંડમાં પોતાની ઓળખનું ફોટો આઈ.ડીકાર્ડ લઈ જઈ શકશે.આ સિવાય ઉમેદવાર હોલટિકિટ અને ઓળખકાર્ડ સિવાય અન્ય કોઈપણ પુસ્તક,કાગળ,સાહિત્ય,બ્લુટુથ ડિવાઈસ,મોબાઈલ, કેલ્ક્યુલેટર, ડિઝીટલ કેમેરા,સ્માર્ટવોચ,ઈયરફોન કે કોઈ ઈલેક્ટ્રોનીક્સ સાધન પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.ત્યારે જો કોઈ ઉમેદવાર મોબાઈલ સાથે પકડાય તો સ્થળ સંચાલકએ તરત પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.