લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આવતીકાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધો.10 અને ધો.12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામે તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે.જેમાં ધો.12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9:00 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે.આ સિવાય ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે.ત્યારે વિદ્યાર્થીઓને વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે.જેમાં વિદ્યાર્થીઓ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે.ધો.12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ મે માસના છેલ્લા વીક અને ધો.10નું જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાશે.