લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુક્રેન સરકારના મંત્રી ભારતના પ્રવાસે આવશે

રશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રથમવાર યુક્રેન સરકારના મંત્રી ભારતના પ્રવાસે આવી રહ્યા છે.ત્યારે રશિયા સામે ચાલી રહેલા યૂદ્ધમા ભારત પાસે સમર્થન માંગી શકે છે.જેના અંતર્ગત મંત્રી એમિન ઝાપારોવાની આગામી અઠવાડીયામાં ભારત આવવાની સંભાવના છે.જેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કીવ આવવા માટે આમંત્રણ આપી શકે છે.રશિયાએ ગત વર્ષની ફેબ્રુઆરીમાં યૂક્રેનની સેના પર કાર્યવાહી શરૂ કરી હતી.ઝાપારોવા ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને યુદ્ધને લઈને પ્રવચનમાં પણ હાજરી આપશે.ભારતમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારી જી20 શિખર સમ્મેલનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઉપસ્થિતિ અંગેની પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી શકે છે.