લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગર યુનિવર્સિટીમા યુવા પ્રતિભા સન્માન સમારોહ યોજાશે

એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિતે આગામી તા.24 મેના રોજ ભાવનગર ખાતે કુલપતિના અધ્યક્ષસ્થાને યુવા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે તેના ઉપક્રમે આગામી તા.24ના રોજ યુનિવર્સિટીના સરદાર વલ્લભભાઈ પટેલ કેમ્પસમાં આવેલ અટલ ઓડિટોરીયમ ખાતે યુવા પ્રતિભા સન્માન સમારોહ યોજાશે.ત્યારે આ બાબતે યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સ્પોર્ટસ,કલ્ચરલ,એન.સી.સી.ના મળી 138 વિદ્યાર્થીઓ પૈકી 26 વિશેષ સન્માનિત થનાર વિદ્યાર્થીઓનું બ્લેઝર,ટ્રોફી તથા પ્રમાણપત્રથી 112 વિદ્યાર્થીઓનું ટ્રોફી તથા પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવશે.આ સાથે યુનિની વિવિધ પરીક્ષાઓમાં વર્ષ 2022માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા 71 વિદ્યાર્થીઓએ યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા મેડલ તેમજ પ્રાઈઝથી સન્માન કરાશે.જયારે લોકનૃત્ય ઈવેન્ટમાં વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ સ્પર્ધામાં સેકન્ડ રનર્સઅપ રહેનાર,ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલમાં ફર્સ્ટ રનર્સઅપ રહેનાર તથા સેકન્ડ એઆઈયુ ઈન્ટરનેશનલ યુથ ફેસ્ટીવલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર લોકનૃત્યની ઈવેન્ટની ટીમનું તથા સ્પોર્ટસમાં વેસ્ટ ઝોન ઈન્ટર યુનિ.ટેબલ ટેનિસ બહેનોની સ્પર્ધામાં રનર્સઅપ થયેલ તથા ઓલ ઈન્ડિયા સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ખેલો ઈન્ડિયા માટે કવોલીફાઈડ થયેલ બહેનોની ટીમનું પણ સન્માન કરાશે.