લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઝારા રૂથરફોર્ડે દુનિયામાં એકલા હાથે વિમાન ઉડાડીને વિશ્વરેકોર્ડ બનાવ્યો

બેલ્જિયમ મૂળની બ્રિટિશ મહિલા પાયલટ ઝારા રૂથરફોર્ડે એકલા હાથે દુનિયાભરના આકાશમાં વિમાન ઉડાવીને ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વમાં સોલો ફ્લાઈટ ઉડાડનારી ઝારા દુનિયાની સૌથી ઓછી વયની મહિલા પાયલટ બની છે.જેણે 155 દિવસમાં પ્રવાસ પૂરો કર્યો હતો. જે પ્રવાસ 18 ઓગસ્ટે શરૂ કર્યો હતો.આમ તે નાનકડાં વિમાન સાથે વિશ્વના પાંચ ખંડોમાં ફરી હતી.જેમાં તેણે 52 દેશોની યાત્રા કરી હતી.