લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઝારખંડમાં ગ્રામીણોએ 200 ફૂટ લાંબો ડેમ બનાવ્યો

ઝારખંડના ખુંટીના એક ગામમાં લોકો આકરા તડકા વચ્ચે પાણી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.જ્યાં ગ્રામજનોએ બનઈ નદીમાં 200 ફૂટ લાંબો બોરી ડેમ બનાવ્યો હતો.આ માટે ગામની મહિલાઓ,પુરૂષો અને બાળકો સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી કામમાં લાગેલા હતા.બોરી ડેમ શ્રમદાનથી બનાવવામાં આવ્યો હતો.આમ જામટોલી ગામ ઝારખંડના ભૂતપૂર્વ ગ્રામીણ વિકાસ મંત્રી અને ઝારખંડ ભાજપ નેતા નીલકંઠ સિંહ મુંડાનું મૂળ ગામ છે.બોરી ડેમના બાંધકામ સાથે સંકળાયેલા ગ્રામવાસીએ જણાવ્યું હતું કે આ ડેમના કારણે પાણીનો સારો સંગ્રહ થયો છે.જેનાથી ગ્રામજનોને નહાવા,સિંચાઈ અને પશુઓ માટે પૂરતું પાણી મળશે.બોરી ડેમમાં 48 કલાકમાં પાણી ભરાઈ જશે ડેમને વહેતા સ્ત્રોતોમાંથી પાણી મળશે.