લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / પશ્ચિમ બંગાળ અને અસમમાં બીજા તબક્કાનું મતદાન શરૂ કરાયું

પશ્ચિમ બંગાળ અને અસમમાં બીજા તબક્કા માટે વિધાનસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.ત્યારે બંગાળમાં 4 જીલ્લાની 30 વિધાનસભા બેઠકો પર તો અસમના 13 જીલ્લાની 39 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.આ અગાઉ પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે 30 બેઠકો પર અને અસમમાં 47 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 75,94,549 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 171 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.આ ઉમેદવારોમાં 152 પુરુષો છે જ્યારે 19 મહિલા ઉમેદવારો છે.ત્યારે બીજીતરફ અસમમાં 345 ઉમેદવારોનું ભવિષ્ય ઈ.વી.એમમાં કેદ થઈ જશે. જેમાં 26 મહિલા ઉમેદવારો છે.