બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગની ટીમ દ્વારા વિવિધ પેઢીઓમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ જણાઇ આવતા પનીરના નમૂના લેવામાં આવ્યાં હતા. વડગામ, છાપી, ડીસા, લાખણી અને થરાદમાંથી બેથી ત્રણ દિવસમાં બાર જેટલા પનીરના સેમ્પલ લઈ આ સેમ્પલને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે. ફૂડ વિભાગની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.બનાસકાંઠામાં પનીરમાં મિલાવટ રોકવા માટે ફૂડ વિભાગ દ્વારા જિલ્લામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બેથી ત્રણ દિવસ ફ્રુડ વિભાગની વિવિધ ટીમો દ્વારા ચાર તાલુકામાં રેડ કરવામાં આવી હતી. વડગામની એક પેઢીમાં શંકાસ્પદ પનીરના એક, છાપીમાંથી એક, ડીસાની છ પેઢીમાંથી પનીરના છ, લાખણીમાં બે અને થરાદમાંથી બે મળી પનીરના કુલ 12 સેમ્પલ લેવામાં આવ્યાં હતા, આ પનીરની ગુણવત્તાની ચકાસણી કરવા સેમ્પલને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યાં હતા, ફૂડ વિભાગની રેડને પગલે પનીરમાં મિલાવટ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved