લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / બપ્પી લહેરીનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલીવુડ સિંગર તથા કમ્પોઝર બપ્પી લહરી કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમા દાખલ છે અને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે.આમ પોઝિટિવ આવ્યા બાદ બપ્પીદાએ વિનંતી કરી છે કે છેલ્લાં થોડાં સમયમાં તેમના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓ ટેસ્ટ કરાવી લે અને જરૂરી ગાઈડલાઈનનું પાલન કરે.માર્ચ મહિનાની શરૂઆતમાં બપ્પી લહરીએ કોવિડ 19ની વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.જોકે હજીસુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો કે નહી

આમ અત્યારસુધી કાર્તિક આર્યન,આમિર ખાન,આમિરનો મિત્ર અમીન હાજી,આર.માધવન,રોહિત સરફ,રમેશ તૌરાની,મનોજ વાજપેયી,સિદ્ધાંત ચતુર્વેદી,મિલિંદ સોમણ,ફાતિમા સના ખાનનું નામ કોરોના પોઝિટિવમાં આવ્યું છે.આ સાથે સંજયલીલા ભણસાલી,રણબીર કપૂર તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.