લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / દિયોદર માર્કેટ સમિતિના ચેરમેનપદે ઈશ્વરભાઈ તરક પુનઃ ચૂંટાઈ આવ્યા

દીઓદર માર્કેટ સમિતિના ચેરમેનની ચુંટણી આજરોજ જીલ્લા રજીસ્ટ્રાર અને ચુંટણી અધિકારી યુવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. જેમાં પ્રારંભમાં ભાજપના કૈલાશભાઈ ગેહલોત દ્વારા ભાજપ પક્ષનો ચેરમેન પદ માટેનો મેન્ડેટ રજુ કરાયેલ જેમાં વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરકનું નામ જાહેર થતાં તેમણે ફોર્મ ભરેલ જીલ્લા રજીસ્ટાર દ્વારા અન્ય કોઈ ચેરમેન પદે ફોર્મ આવેલ ન હોઈ ઈશ્વરભાઈ તરકને બિનહરિફ જાહેર કરેલ. ઈશ્વરભાઈ તરકે સૌ સદસ્યો તથા ભાજપના મોવડી મંડળ તથા અધિકારીઓનો આભાર માનેલ. તેમના સમર્થકોએ તેમને વધાવી લીધેલ. આ પ્રસંગે ભાજપના તાલુકા પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, મહામંત્રી જગદીશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ ઉત્તમસીંહ વાઘેલા સહિત સહકારી આગેવાનો, ડીરેક્ટરો ઉપસ્થિત રહેલ. ચેરમેન પદે વરાયા બાદ ઈશ્વરભાઈ તરકે જણાવેલ કે ગત અઢીવર્ષમાં માર્કેટનો શક્ય તેટલો વિકાસ કરવા પ્રયત્ન કરેલ છે. અને આગામી સમયમાં પુરે પુરો પ્રયાસ થશે. ભાજપના મોવડી મંડળ તથા તાલુકાના હોદેદારો તથા પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા વગેરે દ્વારા જે પ્રોત્સાહન મળેલ છે તેને યાદ કરી આભાર વ્યક્ત કરૂં છું.