લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ચૂંટણીની જાહેરાત- દેશના પાંચ રાજ્યોની ચૂંટણી તારીખોની જાહેરાત કરાઇ,બંગાળમાં 8 તબક્કામાં મતદાન,જ્યારે 2 મેના પરિણામ

દેશના પશ્ચિમ બંગાળ,તમિલનાડુ,અસમ,કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ શકે છે.ત્યારે ચૂંટણીપંચે દિલ્હી સ્થિત આવેલ વિજ્ઞાન ભવનમાં આજે સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી છે.જેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાએ કહ્યું હતું કે, આપણા માટે મતદાતાઓને સુરક્ષિત અને જાગૃત રાખવા સૌથી મોટું કામ છે.આપણે કોરોનાકાળમાં રાજ્યસભાની 18 સીટો માટે ચૂંટણીની શરૂઆત કરી,ત્યારબાદ બિહાર ચૂંટણી અને હવે આ પાંચ વિધાનસભા ચૂંટણી વધારે પડકારજનક છે.મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે,ચૂંટણી દરમિયાન ઘણાં કર્મચારીઓ અને અધિકારી કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા સ્વસ્થ થયાં અને ફરી ચૂંટણી ફરજ નિભાવી.

પ.બંગાળ રાજ્યમાં 8 તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે.જેમાં 27 માર્ચે 1 તબક્કાનું,1 એપ્રિલે 2 તબક્કાનું,6 એપ્રિલે 3 તબક્કાનું,10 એપ્રિલે 4 તબક્કાનું,17 એપ્રિલે 5માં તબક્કાનું,22 એપ્રિલે 6ઠા તબક્કાનું,26 એપ્રિલે 7માં તબક્કાનું,29 એપ્રિલે 8માં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે.જ્યારે 2જી મેના રોજ પરિણામ આવશે.પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં એક તબક્કામાં મતદાન યોજાશે,જ્યારે 2જી મેએ ચૂંટણી પરિણામ આવશે.જેમાં આગામી 12 માર્ચે નોટિફિકેશન બહાર પડશે,ઉમેદવારી નોંધાવવાની છેલ્લા તારીખ 19 માર્ચ રહેશે તેમજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 22 માર્ચ,6 એપ્રિલે મતદાન અને 2 મેએ પરિણામ જાહેર કરાશે.તમિલનાડુ અને કેરળ રાજ્યમાં આગામી 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે જ્યારે 2જી મેએ મતગણતરી કરવામાં આવશે.અસમ વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન ત્રણ તબક્કામાં યોજાશે.જેમાં પ્રથમ તબક્કાના મતદાનમાં 47 બેઠકો,બીજા તબક્કામાં 39 બેઠકો,જ્યારે ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન કરવામાં આવશે.જ્યારે મતગણતરી 2જી મે જાહેર કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળ રાજ્યમાં ટીએમસીનું શાસન છે.આમ વર્ષ 2016ની ચૂંટણીમાં ટીએમસીએ 211 બેઠકો જીતી હતી.કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું.જ્યારે ભાજપ માત્ર 3 સીટ જ મેળવી શક્યું હતું અને અન્યના ફાળે 4 બેઠક આવી હતી.

આસામ રાજ્યમા વર્ષ 2016માં અસમમાં ભાજપની સરકાર બની હતી.જેમાં ભાજપને 86 બેઠક મળી હતી,કોંગ્રેસને 26 બેઠક મળી અને એ.આઈ.યુ.ડી.એફને 13 બેઠક મળી હતી.જ્યારે અન્ય પાસે 1 બેઠક હતી.

તામિલનાડુ રાજ્યમાં એઆઇએડીએમકે ગઠબંધને 134 બેઠક જીતીને સરકાર બનાવી હતી.જ્યારે ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી.

કેરળ રાજ્યમાં લેફ્ટ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે.જેમા 140 બેઠક પર ચૂંટણી યોજાવાની છે.જેમાં વર્તમાન સમયમાં કેરળમાં કોંગ્રેસ પાસે 47,લેફ્ટ પાસે 91 બેઠક છે,જ્યારે ભાજપ અને અન્યના ફાળે 1-1 સીટ છે.

પુડુચેરી રાજ્યમાં અત્યારસુધી કોંગ્રેસની સરકાર હતી.વર્તમાનમાં રાષ્ટ્રપતિ શાસન છે.આમ પુડુચેરીમાં 30 બેઠકો છે.જ્યાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર પડી ભાંગવાથી મુખ્યમંત્રી નારાયણસામીએ રાજીનામું આપવું પડ્યું હતું.